પુત્રએ પિતાને આપી બર્થડે ગિફ્ટ, દ્રવિડના પુત્રએ ફટકારી આક્રમક સદી

Thu 11th Jan, 2018 Author: Cricketnmore Team

Rahul Dravid son

11 જાન્યુઆરી, (CRICKETNMORE), અમદાવાદ : ‘ધ વોલ’ નામથી પ્રખ્યાત પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડના પુત્ર તેમના જ પગલે ચાલી રહ્યો છે. કર્નાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) ના અંડર-14 બીટીઆર કપમાં સમિતે માલ્યા અદિતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી વિવેકાનંદ સ્કૂલ વિરુદ્ધ શાનદાર સદી નોંધાવતા ટીમને 412 રનોથી વિશાળ જીત અપાવી.

સમિતએ શાનદાર 150 રન બનાવ્યા. જોકે તે આ મેચનો સર્વોચ્ચ સ્કોર નહોતો. કેમકે આ સ્કોર પૂર્વ ભારતીય સ્પિનર સુનીલ જોશીના પુત્ર આર્યન જોશીના નામે રહ્યો. તેણે 154 રનોની ઇનિંગ બનાવી અને સમિત સાથે મળીને ટીમનો સ્કોર 5 વિકેટના નુકશાને 500 પહોંચાડ્યો. સમિત અ આર્યનની ઇનિંગ બાદ માલ્યા અદિતિ ટીમના બોલરોએ વિવેકાનંદ સ્કૂલને 88 રનો પર ઢેર કરી દીધી.

આ પહેલા પણ સમિત સમાચારમાં ચમક્યો છે. સમિત અંડર-14માં સતત રન બનાવતો રહ્યો છે. અને બે વર્ષ પહેલા તેણે બેન્ગલુરુ યૂનાઇટેડ ક્રિકેટ ક્લબ (બીયૂસીસી) નું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેના પિતા રાહગુલ અધ્યક્ષ રહી ચુક્યા છે. સમિતે ટાઇગર કપ ટૂર્નામેન્ટમાં ફ્રેંક એન્ટની પબ્લિક સ્કૂલ વિરુદ્ધ 12 ફોરની મદદથી 125 રન બનાવ્યા હતા. સપ્ટેમ્બર 2015માં સમિતે અંડર-12 ગોપાલન ક્રિકેટ કપમાં સર્વશ્રેષ્ઠ બેસ્ટમેનનો એવોર્ડ મેળવ્યો હતો. ત્યારબાદ સમિતે પોતાના સ્કૂલમાં માલ્યા અદિતિ માટે અંતિમ મેચમાં ત્રણ મેચ વિનિંગ અર્ધસદી સાથે 77,93 અને 77 રનો બનાવ્યા હતા.

રાહુલ દ્રવિડ અને સુનીલ જોશી કર્નાટક ક્રિકેટ સાથે રમ્યા છે. ઉપરાંત બન્ને ક્રિકેટરો ભારતીય ટીમ માટે પણ રમી ચૂક્યા છે. રાહુલ દ્રવિડ હાલ વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડમાં અંડર-19 ટીમને કોચિંગ આપી રહ્યા છે. ત્યારે જોશી બાંગ્લાદેશ ટીમના સ્પિન સલાહાકાર છે. 15 જાન્યુઆરીથી બાંગ્લાદેશમાં ત્રણ દેશોની વનડે સિરીઝ યોજાઈ રહી છે. જેમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામેલ છે.


OTHER NEWS