આજથી બીજી ટેસ્ટમાં પાર્થીવ અને રાહુલની મળી શકે છે

Sat 13th Jan, 2018 Author: Cricketnmore Team

Parthiv Patel

13 જાન્યુઆરી, (CRICKETNMORE), અમદાવાદ : આજથી ભારત અને દક્ષીણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ શરૂ થવા જઇ રહી છે. ત્યારે ટીમ ઇન્ડિયામાં પ્લેઇંગ ઇલેવનમાં કોણ રમશે તેનો ઘટસ્ફોટ થઇ ચુક્યો છે. મળતી માહિતી મુજબ આજની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય સિલેક્શન કમિટી વિકેટકિપર રિદ્ધિમાન સાહા અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને સાઉથ આફ્રિકા સામેની શનિવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. જોકે, અજિંક્ય રહાણે કમબેક કરી શકે તેવી શક્યતા પણ ઓછી છે. એક રિપોર્ટ મુજબ સેન્ચુરિયનની પરિસ્થિતિ સ્વિંગ બોલિંગ માટે અનુકૂળ નથી. આથી ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઇશાંત શર્માના નામ પર વિચાર થઇ શકે છે. ભુવનેશ્વરની જગ્યાએ ઇશાંતને અંતિમ ઇલેવનમાં સ્થાન મળશે તે વાતની પુષ્ટિ નથી થઇ પરંતુ આ બે બદલાવ લગભગ શક્ય માનવામાં આવે છે.


ગુજરાતના વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલ અને કર્ણાટકના કેએલ રાહુલનું અંતિમ ઇલેવનમાં સ્થાન મળે તેવી પુરી શક્યતાઓ છે. પટેલને સાહાની સરખામણીમાં બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. સાહાને જ્યારે ઇજા થઇ હતી ત્યારે પાર્થિવને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ ટેસ્ટ મેચ રમવાનો ચાન્સ મળ્યો હતો. જેમાં તેણે 195 રન બનાવ્યા હતાં.

બીસીસીઆઇના અધિકારીએ શું કહ્યું
બીસીસીઆઇના એક અધિકારીનું કહેવું છે કે,’ટીમ સિલેક્શનનું એવું માનવું છે કે તેમને બેટિંગ લાઇનઅપ મજબૂત કરવાની જરૂર છે. અત્યાર સુધીમાં 23 ટેસ્ટ મેચમાં 878 રન બનાવવા ઉપરાંત તેનો (પાર્થિવ)નો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ બેજોડ રેકોર્ડ છે. તેણે 10,000 કરતાં વધારે રન અને 26 શતક લગાવ્યા છે. ટીમ પ્રબંધન તેને નજરઅંદાજ ના કરી શકે.’

શિખર ધવન વિશે ટીમ ઇન્ડિયાનું શું કહેવું છે
પાર્થિવને સાહાની તુલનામાં સારો ખેલાડી માનવામાં આવે છે. જ્યાં સુધી ધવનનો સવાલ છે ત્યાં સુધી ટીમનું માનવું છે કે ડાબા હાથનો આ બેટ્સમેન મુંબઇ, દિલ્હી અથવા કોલમ્બોમાં બેસ્ટ ઓપ્શન હોય શકે છે પરંતુ બ્રિસ્બેન, હેંડિગ્લે અથવા કેપટાઉનમાં નહીં. બીજી તરફ રાહુલે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ મેચમાં 44.62ની એવરેજથી 1428 રન બનાવ્યાં છે. જેમાં ચાર શતક અને દસ અર્ધશતકનો સમાવેશ થાય છે.


OTHER NEWS