મહેન્દ્રસિંઘ ધોની હવે દુબઇ બાદ સિંગાપુરમાં પણ પોતાની ક્રિકેટ એકેડમી

Thu 11th Jan, 2018 Author: Cricketnmore Team

MS Dhoni

11 જાન્યુઆરી, (CRICKETNMORE) અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ દેશના હજારો યુવાઓને ક્રિકેટમાં કરિયર બનાવી શકે તે માટે ક્રિકેટ એડેડમી ખોલવા જઇ રહ્યો છે. પોતાના હેલિકોપ્ટર શોટ ધોની હવે યુવા ખેલાડીઓ માટે કાર્ય કરી રહ્યો છે જે ક્રિકેટમાં કરિયર બનાવવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે મહેન્દ્ર સિંઘ ધોની બીજી ક્રિકેટ એકેડમી ખોલવા જઇ રહ્યો છે. આ મહીનાની 20 તારીકે ધોની સિંગાપુરમાં ક્રિકેટ એકેડમી લોન્ચ કરશે. ધોનીએ તેનું નામ એમએસ ધોન ક્રિકેટ અકાદમી રાખ્યું છે. આ પહેલા તેણે ગત વર્ષે નવેમ્બરમાં દુબઇમાં પહેલી ક્રિકેટ એકેડમી ખોલી હતી.

મહેન્દ્ર સિંઘ ધોનીની બીજી એકેડમી સિંગાપુરના સેન્ટ પૈટ્રિક સ્કૂલમાં ખોલવામાં આવી છે. અહીં ક્રિકેટમાં કેરિયર બનાવાને ઉત્સુક  યુવાઓને ક્રિકેટ શીખવવામાં આવશે. ફોક્સ સ્પોર્ટ્સ એશિયાના મુજબ ધોનીનું કહેવુ છે કે કોઇપણ બાળકના વિકાસ માટે રમત ખુબજ જરૂરી છે. સ્પોર્ટસના માધ્યમથી તમે ન માત્ર ફિટ રહી શકો છો. પરંતુ તમે નેતૃત્વની ક્ષમતા પોતાની અંદર વિકસીત કરી શકો છો. અને જિંદગીના કેટલાક મહત્વપૂર્ણ પાઠ પણ જાણી શકો છો. ધોનીએ જણાવ્યું કે દરેક બાળકે બહાર જઇને રમવુ જરૂરી છે. એમએસ ધોની ક્રિકેટ એકેડમીનો ઉદ્દેશ્ય ન માત્ર બાળકોને ક્રિકેટની જાણકારી બતાવવાનું છે પરંતુ અમારો હેતું છે કે અમે બાળકને ચેમ્પિયન બનાવવા માટે તેનું માર્ગદર્શન કરે.

ક્રિકેટના દિગ્ગજ નામ ચેતન સૂર્યવંશી, ચામિંડા રૂવાન અને દિવિયા જીકે જેવા ખેલાડીઓ ધોનીની એકેડમીમાં બાળકોને ટ્રેનિંગ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોની પેસિફિક સ્પોર્ટ્સ ક્લબ અને આરકા સ્પોર્ટ્સ ક્લબ સાથે મળીને એશિયામાં આ રીતની અન્ય 12 ક્રિકેટ એકેડમી લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેની સાથે માનવામાં આવી રહ્યું છે કે લગભગ 200 બાળકો સિંગાપુર એકેડમી માટે પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું છે. ધોની ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ભારત આવશે. પરંતુ તેના પહેલા તે આ એકેડમી ની ઓપનિંગ સેરેમની માટે 20 જાન્યુઆરીએ સિંગાપુર જશે.


OTHER NEWS