દક્ષીણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એલાન

Thu 11th Jan, 2018 Author: Cricketnmore Team

Mithali Raj

11 જાન્યુઆરી, (CRICKETNMORE) અમદાવાદ : દક્ષીણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સીરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ બુધવારે તેની જાણકારી આપી દીધી છે. આ સીરીઝ આઈસીસી મહિલા ચેમ્પિયનશીપ (૨૦૧૭-૨૦૨૦) ના ભાગ છે. બીસીસીઆઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, “ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચથી ૧૦ ફ્રેબુઆરી સુધી સાઉથ આફ્રિકા સામે આ સીરીઝને રમશે. આ અગાઉ, બંને ટીમની વચ્ચે બે ફ્રેબુઆરીએ અભ્યાસ મેચ પણ રમશે.

બોર્ડે જણાવ્યું છે કે, આ વનડે સીરીઝ બાદ બંને ટીમની વચ્ચે પાંચ ટી-૨૦ મેચની સીરીઝ રમાશે અને તેના માટે ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે. સાઉથ આફ્રિકા અને ભારતની વચ્ચે પ્રથમ વનડે મેચ પાંચ ફ્રેબુઆરીએ કિમ્બર્લેમાં, બીજી વનડે સાત ફ્રેબુઆરીએ કિમ્બર્લેમાં જ રમાશે. બંને ટીમની વચ્ચે ત્રીજી વનડે પૉચેફસ્ટ્રોમમાં ૧૦ ફ્રેબુઆરીએ રમાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
મિતાલી રાજ (સુકાની), હરમનપ્રીત કૌર, સુષ્મા વર્મા (વિકેટકીપર), એકતા બિષ્ટ, સ્મૃતિ મંધાના, પૂનમ યાદવ, પૂનમ રાઉત, રાજેશ્વરી ગાયકવાડ, જેમિમા રોડ્રીગેસ, ઝૂલન ગોસ્વામી, દીપ્તિ શર્મા, શિખા પાંડે, મોના મેશરમ, પૂજા વસ્ત્રાકર, વેદા કૃષ્ણમૂર્તિ અને તાન્ય ભાટિયા (વિકેટકીપર).


OTHER NEWS