બીજી ટેસ્ટ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાએ પત્નિ સાથે ડિનર પાર્ટી માણી

Fri 12th Jan, 2018 Author: Adhiraj Jadeja

Diner Party

12 જાન્યુઆરી, (CRICKETNMORE), જોહનીસબર્ગ : ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. ત્રણ ટેસ્ટ મેચોની આ સિરિઝમાં પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ વિરાટ કોહલીની આ ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે મેદાનમાં ઉતરશે. સેંચુરિયનમાં શનિવારે શરૂ થઇ રહેલા આ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને ભારતના કોન્સુલેટ જનરલે આમંત્રિત કર્યા હતાં. જોહનીસબર્ગ સ્થિત ઇન્ડિયા હાઉસમાં ડિનર પર આમંત્રિત કરવામાં આવેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આ ડિનર પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

આ પાર્ટીમાં ટીમ ઇન્ડિયાના હિટ મેન તરીકે જાણીતા રોહિત શર્મા પોતાની પત્ની રિતિકા સાથે હાજર રહ્યા હતાં. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે, જેમાં તે અનેક શોપિંગ બેગ્સ સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ પોતાની પત્ની નુપુર નાગર સાથે હાજર રહ્યો હતો.

ટીમ ઇન્ડિયામાં જુનિયર ધ વોલ તરીકે જાણીતો ચેતેશ્વર પુજારાએ પણ સોશીઅલ મીડિયામાં  તસવીર શેર કરી છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, બોલીંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચે આ ડિનર વખતેની  તસવીરો શેર કરી હતી.