૩ વર્ષ બાદ કેમરૂન વ્હાઇટની ઓસ્ટ્રેલીયનની વન-ડે ટીમમાં વાપસી

Thu 11th Jan, 2018 Author: Cricketnmore Team

cameron white

11 જાન્યુઆરી, (CRICKETNMORE), અમદાવાદ : ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણી માટે કેમરૂન વ્હાઇટ વનડે ટીમમાં ઈજાગ્રસ્ત ક્રિસ લિનની જગ્યા લેશે. કેમરૂન વ્હાઈટ ૨૦૧૫ બાદ કોઈ પણ પ્રારૂપમાં ઓસ્ટ્રેલિયા માટે રમ્યા નથી. તેમને તાજેતરમાં બીગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે ૧૪૨.૫ ની એવરજથી ૨૮૫ રન બનાવ્યા છે.

કેમરૂન વ્હાઈટે આ દરમિયાન ૧૧૫.૮૫ ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. એટલું જ નહિ તેમને ગયા વર્ષે ડોમેસ્ટીક વનડે ક્રિકેટમાં પણ ૬૫.૮૦ ની એવરજથી રન બનાવ્યા છે. જેના આધારે તેમને એક વખત ફરીથી વનડે ટીમમાં જગ્યા મળી છે.

વર્ષ ૨૦૧૫ જાન્યુઆરી મહિનામાં ટીમથી બહાર થયેલા આ સ્ટારે ઓસ્ટ્રેલિયા માટે ૮૮ વનડે મેચ રમી છે. જેમાં તેમને ૩૫ ની એવરજથી બે હજારથી વધુ રન બનાવ્યા છે. જેમાં ૨ સદી અને ૧૧ અડધીસદીનો સમાવેશ થાય છે. જયારે ટી-૨૦ ક્રિકેટમાં કેમરૂન વ્હાઈટે ૪૭ મેચમાં ૯૮૪ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલીયન ટીમ આ રવિવારે ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડે મેચ રમશે. જેમાં કેમરૂન વ્હાઈટ ટીમના ભાગ બની શકે છે.

ઓસ્ટ્રેલીયન ટીમ આ પ્રકારે છે :
સ્ટીવન સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, કેમરૂન વ્હાઈટ, મિચેલ માર્શ, ટીમ પેન, જેય રિચાર્ડસન, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ.


OTHER NEWS