ભારતીય ક્રિકેટ બોર્ડને RTI હેઠળ લાવવા લો કમિશનની તૈયારી

Fri 12th Jan, 2018 Author: Cricketnmore Team

BCCI

12 જાન્યુઆરી, (CRICKETNMORE) દિલ્લી : બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ લાવવાની તૈયારી કરવામાં આવી છે. લો કમિશન બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ લાવવા વિચાર કરી રહ્યું છે. લો કમિશનના સભ્યોને આપવામાં આવેલા એક પત્ર મુજબ બીસીસીઆઈને સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે છે. સાથે બીસીસીઆઈને ટેક્સમાંથી છૂટ પણ આપવામાં આવે છે.

એક અંદાજ પ્રમાણે બીસીસીઆઈને 2100 કરોડના ટેક્સમાં રાહત આપવામાં આવી છે. લો કમિશનના એક અધિકારીન જણાવ્યા પ્રમાણે રિપોર્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી. 1982માં બીસીસીઆઈની રચના કરવામાં આવી હતી. બીસીસીઆઈ રાજ્ય ક્રિકેટ સંઘોનું મુખ્ય કેન્દ્ર છે. રાજ્ય સંઘના પ્રતિનિધિ બીસીસીઆઈના અધિકારીઓની ચૂંટણી કરી પંસદગી કરે છે. અત્યાર સુધી બીસીસીઆઈને આરટીઆઈના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યુ હતું. જો કે લો કમિશનના પ્રસ્તાવ બાદ નવા જૂની થવાના એંધાણ છે.


OTHER NEWS