IPL ની હરાજીમાં ખેલાડીઓની બેઝ 2 કરોડ રાખવામાં આવી

Fri 12th Jan, 2018 Author: Cricketnmore Team

IPL Auction

12 જાન્યુઆરી, (CRICKETNMORE) મુંબઇ : IPLની આગામી સિઝન માટે આઠ ટીમોની રિટેન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટરોની લિલામી યોજાનાર છે. આગામી 27-28 જાન્યુઆરીએ યોજાનારી લિલામીમાં જે ક્રિકેટરોને તેમની ફ્રેન્ચાઇઝીઓએ રિટેન કર્યા નથી તેઓ પોતાની બેઝ પ્રાઇઝ નક્કી કરી રહ્યા છે. જેમાં ગૌતમ ગંભીર અને હરભજનસિંહે પોતાની બેઝ પ્રાઇઝ 2-2 કરોડ રૂપિયા રાખી છે.

બોર્ડ તરફતી ભારત માટે રમી ચૂકેલા ખેલાડીઓને પોતાની બેઝ પ્રાઇઝ 50 લાખથી બે કરોડ રૂપિયા રાખવા કહ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના કેપ્ટન ગૌતમ ગંભીરને રિટેન કર્યો નથી જેને કારણે તેની લિલામી થશે. તે જ રીતે મુંબઈ ઇન્ડિયન્સે પણ હરભજનસિંહને રિટેન કર્યો નથી અને તેણે પણ પોતાની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા રાખી છે.

આ ઉપરાંત યુવરાજસિંહ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ ગેલ અને બ્રેન્ડન મેક્કુલમે પણ પોતાની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા રાખી છે. વર્ષ 2008 બાદ પ્રથમવાર હરભજનસિંહ લિલામી માટે ઉપલબ્ધ રહેશે. હરભજનસિંહ IPLમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર છે. તેણે 136 મેચમાં 127 વિકેટ ઝડપી છે.


OTHER NEWS