અર્જુન તેંદુલરનો ઓલ રાઉન્ડ દેખાવ કરતા 48 રન અને 4 વિકેટ ખેરવી

Fri 12th Jan, 2018 Author: Cricketnmore Team

Arjun Tendulker

12 જાન્યુઆરી, (CRICKETNMORE) સિડની : ક્રિકેટ મેદાન પર સતત પોતાના પ્રદર્શનથી ચર્ચાઓમાં રહેનાર મહાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંદુલરએ એક વખત ફરી શાનદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં કૂચ બિહાર ટ્રોફીમાં પાંચ વિકેટ લઈને અર્જુને હવે ઓસ્ટ્રેલિયામાં પોતાનો પરચો દેખાડ્યો છે. ૧૮ વર્ષના અર્જુને ઓસ્ટ્રેલિયામાં સ્પ્રિટ ઓફ ગ્લોબલ ચેલેન્જમાં ભાગ લઈ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટી-૨૦ ફોર્મેટમાં રમાયેલી આ મેચમાં અર્જુન તેંડુલકરે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ ક્લબ તરફથી રમતા માટે ૨૭ બોલમાં ૪૮ રન બનાવ્યા અને જયારે બોલિંગનો સમય આવ્યો ત્યારે હોંગકોંગની ચાર વિકેટ લીધી હતી.

પોતાના આ શાનદાર પ્રદર્શન બાદ પ્રથમ વખત અર્જુને પોતાના આદર્શ ખેલાડી વિષે જણાવ્યું હતું. અર્જુને જણાવ્યું હતું કે, તેમને બાળપણથી જ ઝડપી બોલિંગ કરવાનું પસંદ છે. અર્જુનથી તેમના રોલ મોડલના વિષે પૂછવામાં આવ્યું તો તેમને મિચેલ સ્ટાર્ક અને બેન સ્ટોક્સનું નામ લીધું હતું. તેમને જણાવ્યું છે કે, “હું કોઈપણ પ્રકારનો દબાવ લેતો નથી. વાત જયારે બોલિંગની આવે છે તો દરેક બોલમા તમામ તાકાત લાગવું છું. જયારે હું બેટિંગ કરવા આવું છુ તો એ વાત પર ધ્યાન આપું છુ ક્યા બોલ પર શોટ મારવો અને કેના પર સંભાળીને રહેવાનું છે.”

ડાબા હાથના ઝડપી બોલર અર્જુને જણાવ્યું છે કે, “હું બાળપણથી ઝડપી ઝડપી બોલિંગને પસંદ કરી રહ્યો છુ. મને લાગે છે કે, ભારતમાં ઝડપી બોલર વધુ નથી. મોટો થવાની સાથે-સાથે મજબુત પણ થઈ રહ્યો છુ, હું ભારત માટે એક ઝડપી બોલરના રૂપમાં ઓળખાણ બનાવવા ઇચ્છુ છુ.”


OTHER NEWS