યુસુફ પઠાણ પર લાગી શકે છે 4 વર્ષનો પ્રતિબંધ

Thu 11th Jan, 2018 Author: Adhiraj Jadeja

Yusuf Pathan

11 જાન્યુઆરી, (CRICKETNMORE) મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર યુસુફ પઠાણ પર ડોપ-ટેસ્ટમાં નિષ્ફળ રહેતા તેના પર 5 મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો. તેના પરનો આ પ્રતિબંધ ૧૪ જાન્યુઆરીએ પૂરો થઈ જશે. ભારતીય ક્રિકેટ બોર્ડે યુસુફ ની દલીલ સ્વીકારી લીધી હતી કે તેણે ભૂલથી પ્રતિબંધિત દવાનું સેવન કર્યું હતું. જોકે WADAના મીડિયા અને કમ્યુનિકેશન મૅનેજર મૅગી ડ્યુહોને એક ઈ-મેઇલના જવાબમાં કહ્યું હતું કે ‘આ મામલો હજી સક્રિય છે એટલે એના પર અમે કોઈ ટિપ્પણી નહીં કરીએ. WADAની આચારસંહિતા ૨૦૧૫ મુજબ પહેલી વખતના અપરાધ માટે ચાર વર્ષના પ્રતિબંધની જોગવાઈ છે.’ 

અગાઉ રશિયાની ટેનિસખેલાડી મારિયા શારાપોવા પર પણ આ જ પ્રમાણે ભૂલથી પ્રતિબંધિત દવા લેવાના કેસમાં WADA દ્વારા બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે અપીલ કરતાં સજા ઘટાડીને ૧૫ મહિનાની કરવામાં આવી હતી. યુસુફ પઠાણે પણ ૨૦૧૭ની ૧૬ માર્ચે‍ દિલ્હીમાં એક ડોમેસ્ટિક T૨૦ મૅચ દરમ્યાન યુરિનનું સૅમ્પલ આપ્યું હતું જેમાં પ્રતિબંધિત પદાર્થ ટબ્યુર્ટેલિન જોવા મYયો હતો જે સામાન્ય રીતે ખાંસીની દવામાં (કફ સિરપ) હોય છે. તેણે કરેલી દલીલ મુજબ એ દવા તેણે ભૂલથી લીધી હતી.