માત્ર 18 વર્ષના યુવા અફઘાનીસ્તાની ક્રિકેટરે તોડ્યો ડૉન બ્રેડમેનનો રેકોર્ડ

Thu 11th Jan, 2018 Author: Cricketnmore Team

Basir Shah

11 જાન્યુઆરી, (CRICKETNMORE), નવી દિલ્હી: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 7 મેચોની 12 ઈનિંગ્સમાં 121.77ની એવરેજ સાથે 1096 રન બનાવી 18 વર્ષી અફઘાનિસ્તાન ક્રિકેટર બશીર શાહે મહાન સર ડૉન બ્રેડમેનનો રેકોર્ડ ધ્વસ્ત કરી નાંખ્યો. આનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે, આખી દુનિયાનું ધ્યાન ખેંચનારા બશીરની ઉંમર હજુ 18 વર્ષ પણ નથી.

ડૉન બ્રેડેમનનો રેકોર્ડ તોડ્યો, ICC કરી પ્રશંસા
સૌથી ઝડપી 1000 ફર્સ્ટ ક્લાસ રન બનાવવા માટે સૌથી વધુ સરેરાશ ધરાવતા બેટ્સમેનોના લિસ્ટમાં બશીર પ્રથમ નંબરે આવી ગયો છે. તેણે બ્રેડમેનના 95.14 રનની સરેરાશના રેકોર્ડને તોડી નાંખ્યો છે. આ સિદ્ધિ મેળવ્યા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ ઉપરાંત ICCએ પણ સોશિયલ મીડિયા સાઈટ પર બશીરને શુભેચ્છાઓ પાઠવી છે. આ અંગે વાત કરતા બશીરે જણાવ્યું કે, ‘આ મારી જિંદગીની અવિસ્મરણિય ક્ષણ છે. હું ટૂર્નામેન્ટમાં પહેલા મારી ફિટનેસ પર કામ કરી રહ્યો હતો અને વધારે સમય ક્રિઝ પર વિતાવવાનો પ્રયત્ન કરતો હતો. મને ખુશી છે કે, હું તેમાં સફળ રહ્યો.’

સૌથી ઝડપી 1000 ફર્સ્ટ ક્લાસ રન બનાવ્યા
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાહે સ્પીન ઘર રિજન માટે ડેબ્યૂ મેચમાં શાનદાર 256 રનની ઈનિંગ રમી. જોકે, તે ભારતીય બેટ્સમેન અમોલ મજુમદારનો 260 રનનો રેકોર્ડ ન તોડી શક્યો. 1 વર્ષ અને 2 મહિના ક્રિકેટ રમવા દરમિયાન તેણે એક ટ્રિપલ સેન્ચુરી સહિત પાંચ સેન્ચુરી અને 2 હાફ સેન્ચુરી લગાવી.


સ્થાનીક ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારો બીજો સૌથી યુવા ક્રિકેટર
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદીની વાત કરીએ તો તે આ સિદ્ધિ મેળવનારો બીજો સૌથી યુવા બેટ્સમેન છે. અગાઉ પાકિસ્તાનનો દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદ 17 વર્ષ અને 311 વર્ષની વયે આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે.


OTHER NEWS