સચિનનો બાળપણનો આ દોસ્ત કરી રહ્યો છે ક્રિકેટના મેદાન પર કમબેક

Wed 3rd Jan, 2018 Author: Saurabh Sharma

 Vinod Kambli credits Sachin Tendulkar for bringin

મુંબઈ: ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીએ મંગળવારે કહ્યું કે, તેણે કોચ બનવાનો નિર્ણય તેના મિત્ર અને સાથી ક્રિકેટર રહી ચૂકેલા સચિન તેંડુલકરની સલાહથી લીધો છે. તેંડુલકર અને કાંબલી રમાકાંત આચરેકરના શિષ્યો છે. પોતાની દોસ્તી માટે જાણીતા બંને ખેલાડીઓ ભારત તરફથી રમી ચૂક્યા છે.

સચિનની પ્રેરણાથી કરી રહ્યો છું કમબેક

કાંબલીએ કહ્યું કે, કિકેટના મેદાન પર તે ખેલાડી નહીં પણ કોચ બનીને કમબેક કરી રહ્યો છે, જેનો શ્રેય સચિનને જાય છે. તેણે કહ્યું કે, મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મેં કોમેન્ટેટર અથવા ટીવી પર ક્રિકેટ એક્સપર્ટ બનવાનું વિચાર્યું હતું પણ ક્રિકેટના મેદાન પ્રત્યેનો મારો પ્રેમ જળવાઈ રહ્યો એટલે મેદાન પર પાછો આવી રહ્યો છું.
 
અહી કોચીંગ અપાશે કાંબલી

ડાબોડી બેટ્સમેન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના બાન્દ્રા કુર્લા પરિસરમાં એક ક્રિકેટ કોચિંગ એકેડમીના લૉન્ચ કાર્યક્રમમાં ઉપસ્થિત હતો. અહીં તે કોચિંગ સેશન આયોજિત કરશે. સતત બે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારા દેશના પ્રથમ બેટ્સમેન કાંબલીએ કહ્યું કે, સચિન જાણે છે કે, મને ક્રિકેટ પ્રત્યે કેટલો લગાવ છે એટલે જ તેમણે મને કોચિંગ શરૂ કરવાનું કહ્યું. તેણે જે રસ્તો દેખાડ્યો છે તેના પર ચાલવાનો હું પ્રયત્ન કરીશ.
 
કાંબલીએ કહ્યું કે, કોચિંગના લેનારા સ્ટુડન્ટ્સને તે આચરેકર સર પાસેથી શિખેલા સિદ્ધાંત અને મૂલ્યો શીખવશે.


OTHER NEWS