વુર્કેરી વેંકટ રમનને કોચ બનાવવા પાછળનું આ હતું કારણ

Fri 21st Dec, 2018 Author: Cricketnmore Team

Women Cricket Team

મુંબઇ (Cricketnmore.com) : બીસીસીઆઈએ ગુરૂવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે ડબ્લ્યૂવી રમણના નામની જાહેરાત કરી દીધી છે. ગુરૂવારે ક્રિકેટ હેડ ક્વાટર ખાતે બીસીસીઆઈએ નિમેલી હેડ હોક કમિટિ કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીએ કોચ પદ માટે ઇંટરવ્યું કર્યા હતા. જેમાં આ કમિટિએ ગેરી કર્સ્ટન, ડબલ્યુંવી રમન અને વેંકટેશ પ્રસાદના નામની ભલામણ બીસીસીઆઈને કરી હતી. પણ અંતે રમણના નામ પર સહમતી બની હતી.
 

આ કારણ હતું રમણને કોચ બનાવવા પાછળ
મહિલા ક્રિકેટ ટીમના કોચના ઇંટરવ્યું માટે બીસીસીઆઈની એડ હોક કમીટીએ ગુરૂવારે તમામના ઇંટરવ્યું કર્યા બાદ ભારતીય પુરૂષ ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન, ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ અને પૂર્વ ઓપનર ડબ્લ્યૂવી રમણના નામની ભલામણ બીસીસીઆઈને કરી હતી. જોકે બીસીસીઆઈ અને કમીટીની પહેલી પસંદ ગેરી કર્સ્ટન હતી. પરંતુ બીસીસીઆઈના કોન્ફ્લીક્ટ ઓફ ઇંટ્રસ્ટના કારણે તેને આઈપીએલમાં બેંગ્લોરના કોચ પદેથી રાજીનામું આપવું પડે. આ માટે કર્સ્ટન રાજી ન હતો અને તેણે બેંગ્લોર ટીમ સાથે પોતાનો કાર્યકાળ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. જેથી બીસીસીઆઇએ અંતે ડબ્લ્યુવી રમણ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ વર્ષે ત્રીજા કોચ મળ્યા હતા.

આ પહેલા તુષાર અરોઠેના કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન મહિલા ખેલાડીઓએ વિરોધ નોંધાવતાં તેમને હટાવી રમેશ પોવારને વચગાળાના કોચ બનાવાયા હતા. તે પછી મહિલા ટીમના કોચ પર રમેશ પોવારના વિવાદાસ્પદ કાર્યકાળનો ૩૦મી નવેમ્બરે અંત આવ્યો હતો. પોવાર પણ આ ઇન્ટરવ્યૂમાં સામેલ હતો. વન-ડે સુકાની મિતાલી રાજ સાથે પસંદગીના મુદ્દાને લઈ તેની સાથે મતભેદ હતા જે વિવાદ ઘણો મોટો થતાં બીસીસીઆઈએ પોવારના કાર્યકાળને વધારવાને બદલે નવા કોચની પસંદગી માટે અરજીઓ મગાવાઈ હતી.

કોચ માટે કુલ 28 અરજી આવી હતી
કોચ પદ માટે 28 અરજી આવી હતી જેમાંથી પસંદ કરાયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. તેમાં વેંકટેશ પ્રસાદ, મનોજ પ્રાભાકર, ટ્રેન્ટ જોન્સન, દિમિત્રી માસ્કરેનહાસ, બ્રેડ હોગ અને કલ્પના વેકંટાચાર સામેલ હતા. ત્રણ રૂબરૂ મળી ઇન્ટરવ્યૂ લીધા હતા જ્યારે કર્સ્ટન સહિત પાંચે સ્કાઇપ પર અને એકનો ફોન પર ઇન્ટરવ્યૂ કરાયો હતો.


રમણ હાલ NCA એકેડેમીમાં બેટીંગ સલાહકાર છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ બનનાર 53 વર્ષીય રમણ હાલ બેંગ્લુરૂની નેશનલ ક્રિકેટ એકેડમીમાં બેટિંગ સલાહકાર તરીકે કાર્યરત છે. કોચપદે તેમની પ્રથમ ટૂર ન્યૂઝીલેન્ડ સામે હશે જે આગામી મહિને યોજાશે. રમણે ભારત તરફથી ૧૧ ટેસ્ટ અને ૨૭ વન-ડે મેચ રમી છે. તેઓએ તામિલનાડુ અને બંગાળ જેવી રણજી ટ્રોફી ટીમોને પણ કોચિંગ આપ્યું છે.


Photo Source : Google