બીજી ટેસ્ટ મેચમાં દક્ષીણ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી

Sat 13th Jan, 2018 Author: Cricketnmore Team

Toss South Africa

13 જાન્યુઆરી, (CRICKETNMORE), સેન્ચુરીયન : આજથી સેન્ચુરીયનમાં બીજી ટેસ્ટ મેચની શરૂઆત થઇ રહી છે. જેમાં દક્ષીણ આફ્રિકાએ  ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રીદ્ધીમાન સહાને હેમસ્ટ્રીંગ ઇજાને કારણે આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ પાર્થીવ પટેલને તક આપવામાં આવી છે. તો શિખર ધવનને આરામ આપીને કે.એલ. રાહુલને તક આપવામાં આવી છે. અને ભુવનેશ્વર કુમારીની જગ્યાએ ઇશાંત શર્માને તક આપવામાં આવી છે.  જ્યારે દક્ષીણ આફ્રિકા ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં લુંગી ન્ગીડી આજની મેચથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે કેપ ટાઉનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતને હરાવીને દક્ષીણ આફ્રિકાએ સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગઇ છે. તો આજની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 100 ટેસ્ટ મેચ લેવા માટે મોટી તક છે. મોહમ્મદ શમી હાલ ટેસ્ટમાં 99 વિકેટ ઝડપી ચુક્યો છે.

બીસીસીઆઇના અધિકારીએ શું કહ્યું
બીસીસીઆઇના એક અધિકારીનું કહેવું છે કે,’ટીમ સિલેક્શનનું એવું માનવું છે કે તેમને બેટિંગ લાઇનઅપ મજબૂત કરવાની જરૂર છે. અત્યાર સુધીમાં 23 ટેસ્ટ મેચમાં 878 રન બનાવવા ઉપરાંત તેનો (પાર્થિવ)નો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ બેજોડ રેકોર્ડ છે. તેણે 10,000 કરતાં વધારે રન અને 26 શતક લગાવ્યા છે. ટીમ પ્રબંધન તેને નજરઅંદાજ ના કરી શકે.’


OTHER NEWS