રાજસ્થાનની ટીમ IPL માં જોવા મળશે નવા જ લુકમાં

Mon 11th Feb, 2019 Author: Cricketnmore Team

Rajasthan Royal

અમદાવાદ (Cricketnmore.com) : IPL 2019ની સીઝનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ ટીમોએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પહેલું પગલું સિઝનની પહેલી વિજેતા ટીમ રાજસ્થાન રોયલે લીધું છે. રોજસ્થાન રોયલે એક રંગીન પગલું લેતા તેના ચાહકોમાં ખુશી ફેલાઇ ગઇ છે. IPL એ જાહેર કરેલી તારીખ પ્રમાણે ચાલુ વર્ષે આઈપીએલ 23 માર્ચથી શરૂ થશે અને ભારતમાં જ રમાશે. જોકે ટુર્નામેન્ટનો સંપુર્ણ કાર્યક્રમ હજુ સુધી જાહેર નથી થયો. લોકસભા ચુંટણીની તારીખો જાહેર થયા બાદ આઇપીએલનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

નવા લુકમાં જોવા મળશે રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલની ટીમ હવે એક નવા અંદાજમાં મેદાન પર જોવા મળશે. બે વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદ ગત વર્ષે જ IPLમાં પરત ફરેલી રાજસ્થાન રોયલ્સે તેની નવી ટી-શર્ટનો લુક જાહેર કર્યો છે. હવે રાજસ્થાન રોયલ્સની ટીમ ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળશે. ગઈ સીઝનમાં પ્રશંસકો તરફથી મળેલા સારા પ્રતિસાદના કારણે રાજસ્થાન રોયલ્સે ટીમને પિંક લુક આપવાનુ પસંદ કર્યું છે. પિંક સીટી તરીકે જાણીતું જયપુર પણ રાજસ્થાનનો એક ભાગ છે આ પણ એક કારણ છે ટીમને પિંક ડ્રેસ મળવા પાછળનું.

શેન વોર્ન બન્યો રાજસ્થાન ટીમનો એમ્બેસેડર
પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યા પછી રાજસ્થાન એક પણ ટાઈટલ જીત્યું નથી પરંતુ પ્રથમ સીઝનમાં ટીમના હીરો રહેલા શૅન વોર્નને ટીમના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. શૅન વોર્ને પહેલી સીઝનમાં ઘણી મહત્વની ઈનિંગ રમી હતી અને બોલિંગી ફિરકીના કારણે રાજસ્થાન રોયલ્સ ટાઈટલ જીત્યુ હતું.


આ પહેલા રાજસ્થાનની ટી શર્ટનો રંગ બ્લૂ હતો જો કે હવે ટીમ ગુલાબી રંગમાં જોવા મળશે. ફરી એકવાર રાજસ્થાનની ટીમને શૅન વોર્નનો સાથ મળ્યો છે. તેને ટીમનો બ્રાન્ડ એેમ્બેસેડર બનાવાયો છે. આ વિશે શૅન વોર્નનું કહેવું છે કે, તે રાજસ્થાન રોયલ્સની ટીમમાં પાછો આવીને ખુશ છે. મને ટીમનો નવો લૂક ગણો પસંદ આવ્યો છે અને આશા છે કે પ્રશંસકોને પણ આ લૂક ગમશે.Photo Source : Twitter