મુંબઇ ઇન્ડિયન્સમાં પંડ્યા બ્રધર્સના કારણે બુમરાહનું કમબેક મુશ્કેલ બની શકે છે

Wed 3rd Jan, 2018 Author: Saurabh Sharma

Mumbai Indians not to retain Jasprit Bumrah, here'

દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ ચાર જાન્યુઆરી છે. મળતી માહીતિ મુજબ, હાલની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 20-20 સ્પેશિયાલિસ્ટ બોલર જસપ્રીત બુમરાહને રિટેન નહીં કરી શકે. કારણ કે આઇપીએલમાં નવા નિયમ મુજબ વધુમાં વધુ ત્રણ ખેલાડીઓને ટીમ રીટેન કરી શકે છે. મુંબઈની ટીમ કેપ્ટન રોહિત શર્મા અને પંડ્યા બ્રધર્સ (હાર્દિક અને કુણાલ)ને રિટેન કરે તેવી શક્યતા છે.

આ ત્રણ ખેલાડીઓને રિટેન કરવા ઇચ્છે છે મુંબઇ ટીમ

ચાર જાન્યુઆરીએ તમામ ફ્રેન્ચાઈઝીને નક્કી કરવાનું રહેશે કે, તે કયા ત્રણ ખેલાડીઓને રિટેન કરી રહી છે અને કયા ખેલાડીઓને રાઈટ ટૂ આરટીએમ કાર્ડથી ખરીદવા માગે છે. આ અંગે BCCIના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, ‘રોહિત શર્માને મુંબઈ રિટેન કરશે તે સ્વાભાવિક છે. તેણે મુંબઈને ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું છે. હાર્દિક પંડ્યા એક મેચ વિનર છે અને તેનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે અને ત્રીજો ખેલાડી તેનો ભાઈ કુણાલ પંડ્યા હોઈ શકે છે.

કુણાલને રિટેન કરવાના મહત્વના કારણો

કુણાલને રિટેન કરવા પાછળ મોટું કારણ એ છે કે, તેને રિટેન કરવા માટે ત્રણ કરોડ રૂપિયા જ આપવાના થશે જ્યારે ઈન્ટરનેશનલ ખેલાડીને રિટેન કરવા માટે 7 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત છેલ્લી સીઝનમાં કુણાલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કુણાલને ખરીદવા પાછળ મુંબઈનું ગણિત એ છે કે, કેરોન પોલાર્ડ અને બુમરાહને રાઈટ ટૂ મેચ કાર્ડથી ખરીદી શકાય.’

મુંબઇની પાંચ ખેલાડીઓને રિટેન કરવા માગે છે

BCCI અધિકારીએ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સ પાંચ ખેલાડીઓને રિટેન કરવાનો આગ્રહ રાખી રહ્યું છે. આ પાંચેય તેના મેચ વિનર પ્લેયર છે અને જો તેઓ પોતાની રણનીતિ બદલશે તો દંગ કરનારું હશે.’

વિદેશી ખેલાડીઓને રિટેન કરવા મોંઘા

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘જો કોઈ ટીમ બે ઈન્ટરનેશનલ ખેલાડીઓને રિટેન કરે તો તેને પ્રથમ ખેલાડી માટે 12.5 કરોડ અને બીજા માટે 8.5 કરોડ એમ કુલ 21 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આને બદલે જો કોઈ ટીમ ત્રણ ઈન્ટરનેશનલ ખેલાડીઓને રિટેન કરે તો તેને 33 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આમાં પ્રથમ ખેલાડી માટે 15 કરોડ, બીજા માટે 11 કરોડ અને ત્રીજા માટે 7 કરોડ રૂપિયા ખર્ચવા પડશે.’


OTHER NEWS