જયદેવ ઉનડકટને રાજસ્થાને સૌથી ઉચી બોલી 8.40 કરોડમાં ખરીદયો છતાં તેને થયું નુકસાન, જાણો વિગતો

Wed 19th Dec, 2018 Author: Cricketnmore Team

IPL 2019

19 ડિસેમ્બર, (Cricketnmore.com), જયપુર : જયપુરમાં મંગળવારે IPL 2019 માટે 346 ખેલાડીઓની હરાજી થઇ હતી. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના પોરબંદનો જયદેવ ઉનડકટને સૌથી ઉચી બોલી 8.40 કરોડમાં રાજસ્થાન રોયલે ખરીદયો છે. તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડની હતી. જોકે સૌથી ઉચી કિંમતમાં ખરીદવા છતાં જયદેવને 3.50 કરોડનું નુકસાન થયું છે. તો બીજી તરફ જયદેવના આ વર્ષના ખરાબ પ્રદર્શન છતાં તેને આટલી ઉચી બોલીમાં ખરીદાયો છે. ગત આઈપીએલમાં તેના ખરાબ પ્રદર્શનના પગલે રાજસ્થાને તેને રીલીઝ કર્યો હતો. ગત આઈપીએલમાં રાજસ્થાને સૌથી ઉચી બોલી 11.50 કરોડમાં ખરીદયો હતો.


જયદેવને ખરીદવા માટે આ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી
ગુજરાતના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ખરીદવા માટે શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે બોલી લાગી હતી. ત્યારબાદ કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે પડ્યુ હતું અને અંતે રાજસ્થાન રોયલ્સે બાજી મારી લીધી હતી. જયદેવ ઉનડકટ ફરી કરોડપતિ બન્યો હતો.


જયદેવનું છેલ્લી 2 IPLનું પ્રદર્શન
જયદેવ ઉનડકટને IPL 2017માં 30 લાખમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે ખરીદ્યો હતો. આ સિઝનમાં તેને 11 મેચમાં 24 વિકેટ ઝડપી હતી અને ટીમને ફાઇનલ સુધી પહોચાડી હતી. જ્યારે IPL 2018માં રાજસ્થાન રોયલ્સે તેને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝનમાં તેને 15 મેચમાં માત્ર 11 વિકેટ જ ઝડપી હતી.


Photo Source : Google