વર્લ્ડકપની ટીમનો હીરો આજે બન્યો ગુમનામ, મજૂરી કરીને ગુજારતો દિવસો

Wed 13th Jul, 2016 Author: Kumar Prince Mukherjee

Munaf Patel Image

ભારતનો ફાસ્ટ બોલર મુનાફ પટેલ પોતાના 33માં જન્મ દિવસ (12 જુલાઇ, 1983)ની ઉજવણી કરી રહ્યો છે. મુનાફનો જન્મ ગુજરાતના ભરૂચ પાસે આવેલા ઇખરમાં થયો હતો. મુનાફે પોતાની કારકિર્દીની શરૂઆત ઘરેલૂ ટીમમાંથી નહોતી કરી તે મુંબઇ તરફથી રમ્યો હતો. મુનાફ શરૂઆતના દિવસોમાં 90 રૂપિયા રોજના સિરેમિક ટાઇલ્સની ફેક્ટરીમાં મજૂરી કરતો હતો.

મુનાફ પટેલે ઘણી ગરીબી જોઇ છે

- મુનાફ પટેલનો પરિવાર ઘણો ગરીબ હતો અને મુનાફને કેટલીક વખત તો ભૂખ્યા સોવુ પડતું હતું.

- મુનાફના પિતા કપાસના ખેતરમાં મજૂરી કરતા હતા, મુનાફે ખેતરમાં રમતા રમતા બોલિંગ શીખી અને ફાસ્ટ બોલર બન્યો.

-મુનાફ પટેલે બે વર્લ્ડકપ રમ્યા છે અને એક વખત તો તે વિજેતા ટીમનો સભ્ય પણ રહ્યો પરંતુ 2011 વર્લ્ડકપ બાદ બહાર થયા બાદ તેને વાપસી કરી નથી.

મુનાફે સચિન તેંડુલકરનું ધ્યાન ખેચ્યુ

- પસંદગીકાર કિરણ મોરેએ ચેન્નાઇમાં મુનાફ પટેલને એક કાર્યક્રમમાં શામેલ થવા માટે બોલાવ્યો હતો, જ્યાં તેને સચિન તેંડુલકરનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતું.

- સચિને મુનાફની ક્ષમતા ઓળખી અને તેને મુંબઇ તરફથી રમવા માટે મનાવી લીધો હતો, જો કે મુનાફ 2008માં વડોદરાની ટીમમાં શામેલ થઇ ગયો.

- 2005માં ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમ વિરૂદ્ધ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતા મુનાફે 10 વિકેટ ઝડપી હતી.

- મુનાફની આ સફળતાએ પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતું.

- મુનાફને પસંદગીકારોએ મોહાલીમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં શામેલ કર્યો હતો. આ મેચમાં પટેલે શાનદાર બોલિંગ કરતા 7 વિકેટ ઝડપી હતી.

- આ સિવાય 2011 વર્લ્ડકપ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે મુનાફ પટેલે શાનદાર બોલિ્ંગ કરી હતી અને વર્લ્ડકપમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.

- મુનાફે 13 ટેસ્ટ મેચમાં 35 વિકેટ જ્યારે 70 વન ડે મેચમાં 86 વિકેટ ઝડપી છે.