ભારતના આ ગુજ્જુ ક્રિકેટરે મેદાન પર કરી શાનદાર વાપસી

Sat 15th Dec, 2018 Author: Cricketnmore Team

Hardik Pandya

અમદાવાદ (Cricketnmore.com) : ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓની ઇજા એક ચિંતાનો વિયષ છે. ત્યારે ભારતનો ગુજ્જુ ક્રિકેટર છેલ્લા ઘણા સમયથી ઇજાના કારણે ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. આપણે વડોદરાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાની વાત કરીએ કરીએ છીએ. આ સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા કમરની ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થઈ ચુક્યો છે અને ફિટનેસ સાબિત કરવા રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. પંડ્યાએ રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં મુંબઈ સામે શાનદાર પ્રદર્શન કરતાં 81 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 19 ઓવર ફેંકી હતી અને મુંબઈના પાંચ બેટ્સમેનોને પેવેલિયન મોકલી ફિટ હોવાનો પુરાવો આપ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ખુદ કહ્યું કે, રણજીની વર્તમાન સીઝનમાં પંડ્યાની ટક્કરનો કોઈ ખેલાડી નથી. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને સ્ટ્રેચરમાં સુવડાવીને મેદાનની બહાર લઈ જવાયો હતો. જેના કારણે પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની સમગ્ર શ્રેણી ગુમાવી હતી. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની T20 અને ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.Photo Source : Google