તો આ કારણથી ધોનીએ સુકાની પદનો ત્યાગ કર્યો

Fri 14th Sep, 2018 Author: Cricketnmore Team

Virat Kohli

14 સપ્ટેમ્બર, (CRICKETNMORE.COM), અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમમાં સફળ સુકાનીની યાદીમાં પહેલુ નામ ધરાવતા મહેન્દ્રસિંહ ધોની ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ધોનીની ચર્ચાનું કારણ તેના સુકાની પદેથી નિવૃતીને લઇને છે. એશિયા કપ પહેલા ધોનીએ એક કાર્યક્રમમાં પોતે વન-ડે અને ટી20માંથી સુકાની પદ છોડવા માટેનું રહશ્ય જાહેર કર્યું હતું. ધોનીએ વર્ષ 2017માં વન-ડે અને ટી20 ફોર્મેટમાંથી સુકાની પદ પરથી હટી ગયો હતો અને એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખ્યું હતું. જોકે ધોની સુકાની પદેથી દુર થવું તે ભારતીય પ્રશંસકો માટે કોઈ દુ:ખદ ઘટનાથી ઓછું ન હતું. કારણ કે ધોનીએ આ નિર્ણય અચાનક જ લીધો હતો.

આ પહેલા પણ ધોનીએ કોઈને પણ ખ્યાલ આવે તે પહેલા સુકાની પદ છોડી દીધું હતું. ડિસેમ્બર 2017માં ધોનીએ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ વચ્ચે જ અચાનક ટેસ્ટ સુકાની પદ છોડી દીધું હતું. તે ઉપરાંત તેમને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ તાત્કાલિત નિવૃતિ જાહેર કરી દીધી હતી.

આ કારણથી વન-ડે અને ટી20માંથી સુકાની પદ છોડ્યું
હાલમાં જ રાંચીના બિરસા મુંદા એરપોર્ટ પર સીઆઈએસએફ સાથે એક મોટિવેશનલ પ્રોગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનસી છોડવા પાછળનો ખુલાસો કર્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મે સુકાની પદ એટલા માટે છોડી દીધું કારણ કે, હું ઈચ્છતો હતો કે, એક નવો સુકાનીને 2019ના વર્લ્ડકપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળે. 37 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, નવા સુકાનીને પુરતો સમય આપ્યા વગર એક શ્રેષ્ઠ અને મજબુત ટીમ પસંદ કરવી અને તૈયાર કરવી તે સંભવ નથી. મારૂ માનવું છે કે, મે સાચા સમયે સુકાની પદ છોડી દીધું.

ઇંગ્લેન્ડ સામે ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પણ કહ્યું...
ઈંગ્લેન્ડ સામે હાલમાં જ પુરી થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પૂછવા પર ધોનીએ કહ્યું કે, ઇંગ્લેન્ડમાં પુરતી પ્રેક્ટિસ ન થવાના કારણે ખેલાડીઓ ત્યાના માહોલમાં સેટ થઇ શક્યા ન હતા. જેના કારણે બેટ્સમેનોએ અપમાનજનક પરિસ્થિતીમાંથી પસાર થવું પડ્યું હતું.


Photo Source : Google