IPL માં બેન સ્ટોક્સને રમવાની મંજૂરી મળી

Wed 3rd Jan, 2018 Author: Saurabh Sharma

Ben Stokes given permission to take part in Indian

લંડનઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને નવા વર્ષે સારા સમાચાર મળ્યા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) એપ્રિલમાં ભારતમાં યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 11મી સિઝનમાં સ્ટોક્સને રમવાની મંજૂરી આપી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલ વિવાદમાં સામેલ હોવાના કારણે ધરપકડ થયેલો સ્ટોક્સ હાલના સમયમાં ઇંગ્લેન્ડની ટીમનો સભ્ય નથી.

સ્ટોક્સ આ મામલે હજુ પણ પોલીસ તપાસના પરિણામની રાહ જોઈ રહ્યો છે. બ્રિસ્ટલ વિવાદના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ સિરીઝમાં ટીમમાં સમાવેશ કરાયો ન હતો. જોકે વન-ડે શ્રેણી માટે તેનું નામ ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યું હતું પણ તે હવે પોતાનું નામ પરત લઈ રહ્યો છે. ગત વર્ષે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.