યુસુફનો 12 એપ્રિલે જ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છતાં BCCI એ કાર્યવાહી કેમ ન કરી

Wed 10th Jan, 2018 Author: Cricketnmore Team

Yusuf Pathan

9, ડિસેમ્બર (CRICKETNMORE) અમદાવાદ : ગઇકાલે યુસુફ પઠાણ ડોપ ટેસ્ટમાં ફેલ જવાનો થવાનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તેના પર ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પાંચ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. પણ તે પાંચ દિવસ બાદ એટલે કે ચાલુ મહિનામાં ૧૪મી જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. જેને કારણે યુસુફ પઠાણ પર લગાવેલ પ્રતિબંધને લઈ અનેક સવાલ ઊઠી રહ્યા છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, ૧૨ એપ્રિલના રોજ યુસુફ પઠાણનો એ સેમ્પલ આવી ગયો હતો. તે દિવસે જ જાણ થઈ હતી કે પઠાણના સેમ્પલમાં પ્રતિબંધિત પદાર્થ ટર્બ્યૂટલાઇન છે.

૧૨ એપ્રિલે સેમ્પલ આવ્યા બાદ બીસીસીઆઈએ છ મહિના સુધી રાહ જોતાં યુસુફ પઠાણ ગત વર્ષે કેકેઆર તરફથી ૧૭ મે સુધી આઈપીએલમાં રમ્યો હતો અને રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ સામે બરોડા તરફથી રમ્યો હતો. આથી બીસીસીઆઈ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. કાર્યવાહીમાં વિલંબ પાછળ કઈ બાબત કામ કરી રહી છે તેને લઈ શંકા ઊભી થઈ રહી છે. એવી પણ ચર્ચા છે કે, જો બીસીસીઆઈ દ્વારા ગત વર્ષે એપ્રિલ બાદ જ કાર્યવાહી કરી હોત તો યુસુફ પઠાણને આઈપીએલમાંથી બહાર થવું પડયું હોત. તે વખતે કોલકાતાનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલ પણ ટીમની બહાર હતો જ્યારે પઠાણ પણ બહાર થાય તો કોલકાતા નાઇટ રાઇડર્સને મોટી અસર થઈ શકે તેમ હતું. તે બાબત પણ સૂચક મનાય છે.

યુસુફ પઠાણના કેસમાં સમગ્ર મામલાને રફેદફે કરવાના પ્રયાસનો પણ માનવામાં આવી રહ્યો છે. અહીં દબાણ આવતાં છ મહિના બાદ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવો પડયો છે. એવું લાગે છે કે, સજાની તારીખ કઈ રાખવી જેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે યુસુફ પઠાણ ઉપલબ્ધ રહી શકે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અપાયેલી કહેવાતી આ સજા સામે આઈસીસી અથવા વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (WADA) અપીલ કરી શકે છે.