ક્રિકેટમાં નિવૃતી બાદ ઇંગ્લેન્ડનો આ ખેલાડી કોમેન્ટ્રી દ્રારા નવી ઇનીંગ શરૂ કરી શકે છે

Mon 10th Sep, 2018 Author: Cricketnmore Team

England Cricket

10 સપ્ટેમ્બર, (CRICKETNMORE.COM), અમદાવાદ : ઈંગ્લેન્ડ સ્ટાર ક્રિકેટર એલિસ્ટેયર કુક ભારત સામે પોતાની કારકિર્દીની અંતિમ મેચ રમી રહ્યો છે. ત્યારે પોતાના સંન્યાસ બાદ કોમેન્ટ્રી બોક્સમાં હાથ અજમાવવા વિશે વિચારી રહ્યો છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે કોમેન્ટ્રી બોક્સમાં સામેલ થવા માટે કુક ટોકસ્પોર્ટ્સની સાથે ચર્ચા કરી રહ્યો છે. તેવામાં આગામી વર્ષની શરૂઆતમાં કૈરીબિયામાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોમેન્ટ્રી કરવો જોવા મળી શકે છે.

ટોકસ્પોર્ટ્સે 2018-2019 સીઝનમાં શ્રીલંકા અને કૈરીબિયામાં યોજાનારી ઈંગ્લેન્ડ શ્રેણી માટે ઓડિયો પ્રસારણનો અધિકાર હાસિલ કરી લીધો છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે તેને 2019-20 સીઝન માટે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા ઈંગ્લેન્ડના પ્રવાસના પણ અધિકાર મળી શકે છે.

કોમેન્ટ્રી બોક્સમાં કુકના સામેલ થવા વિશે હજુ કોઇ નિર્મય થયો નથી. કુકે વર્ષ 2006માં ભારત વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. કુકે આ મેચ પહેલા 160 ટેસ્ટમાં 44.88ની એવરેજથી 12254 રન બનાવ્યા છે.


Photo Source : Google